સત્ય અસત્ય - પ્રકરણ - 20

(1.1k)
  • 56.6k
  • 52
  • 40k

અણધાર્યા હુમલાને કારણે બાપ-દીકરી થોડીક ક્ષણો ડઘાઈ ગયા. સોનાલીબહેને આસું ભરેલી આંખે સત્યજીત સામે એવી રીતે જોયું, જાણે એને ચૂપ રહેવાની વિનંતી કરતા હોય. સત્યજીતે એક શબ્દ બોલ્યા વિના માને ફક્ત આંખોથી જ સધિયારો આપ્યો. પછી ફરી એક વાર ઠક્કર સાહેબની આંખોમાં જોયું, “હું કાલે તમારી ઓફિસે આવીશ. મને એક એક પૈસાનો હિસાબ જોઈએ છે. તમારું એક રૂપિયાનું દેવું નથી રાખવું મારે. ઘર, ઓફિસ, ફેક્ટરી જમીન – જે જોઈતું હોય તે લઇ લો, પણ એ બધાની સાથે તમારી દીકરીને પણ અહીંથી લઇ જાવ. મને રૂપિયા આપીને ખરીદ્યો છે એમ માનો છો?” સત્યજીતનો અવાજ એટલો મોટો થઇ ગયો કે એના અવાજમાં તિરાડો પડી ગઈ. ફાટેલા અવાજે એ બરાડ્યો...