બ્રેડ તો લગભગ દરેક ઘરમાં વપરાય જ છે, પરંતુ મોટાભાગના ઘરોમાં બ્રેડનો ઉપયોગ બ્રેડબટર કે સેન્ડવિચ માટે જ થાય છે. વિદેશમાં તો ઘણો વધુ ઉપયોગ છે. ત્યારે અમે સંકલિત કરીને લાવ્યા છીએ બ્રેડમાંથી બનતી અવનવી અને ડિલિશિયસ વાનગીઓ જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. જો સરસ જાળીવાળા ખમણ, ઈડલી-ઢોંસા, મઠિયા તથા મોહનથાળ જેવી અઘરી ગણાય એવી વાનગીઓ આપણે બનાવી શકીએ તો બ્રેડ શા માટે નહીં એવું નક્કી કરો. ફક્ત થોડો મહાવરો કેળવવો પડે. ઘરની બ્રેડ વધુ સારી રહે છે.