શહેરનાં ચકચકિત હાઈ-વે પર પંક્તિ અને અનુજની ગાડી ઊડી રહી હતી. પંક્તિ આટલી બેચેન ક્યારેય ન હતી. તેના મનમાં વ્યાપેલા રઘવાટે અને કચવાટે અનુજને પણ અનુત્તર કરી દીધો હતો. ધીરે ધીરે શહેરમાં 'haunted house' તરીકે કુખ્યાત થયેલી સિવિલ હોસ્પિટલ તેની ગાડી, તેના ભયને ઊત્તરોત્તર વધારે ધેરો કરી રહી હતી. આખરે ગાડી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. * * * પંક્તિના હાથમાં ડૉક્ટરે રીપોર્ટ મૂક્યો. પંક્તિએ અનુજ તરફ જોયું. તેનામાં હવે રીપોર્ટ વાંચવાની પણ હિંમત હતી નહી. તેને સ્વપ્નમાં પણ અંદાજ ન હતો કે તેની માંડ આઠ વર્ષની, માસૂમ પરી જેવી પ્રિયાને આવા દિવસો પણ જોવા પડશે. અનુજે રીપોર્ટ