રોમાંચ, ડર, આનંદ તમામ જાતની લાગણીઓની મનમાં હાથપાઈ ચાલતી હતી. જે રીતે ભમરી ઊડી રહી હતી. તેનાથી શરીરમાં વિવિધ લાગણીઓ ફૂટી રહી હતી. નદીનો તેજ પ્રવાહની વિરુદ્ધ દિશમાં ફરી અમે, તે પહાડ તરફ જઈ રહ્યા હતા. પહાડની ઉપર ચમકતી વનસ્પતિ તારાઓ જેવી લાગતી હતી. આખું પહાડ ઝગમગી રહ્યો હતો. જાણે ચંદ્રનો કોઈ ભાગ અહીં ધરતી પર આવી ગયો હોય... તેમાંથી વહેતો, નદીનો પ્રવાહ ચાંદની જેવો લાગતો હતો. ચારે તરફ ચમકતું જંગલ,જીવ-જંતુઓમાંથી ઉઠતી ચાંદની નરી આંખે જોઈ શકાતી હતી. જાણે તે શરીરમાંથી આત્મા નીકળી બ્રહ્માંડ તરફ ગતિ કરી રહી હોય.