નાઇટ મર્ડર 7

(36)
  • 4.4k
  • 5
  • 2.3k

નાઈટ મર્ડર – 7----------------------PRINKESH PATEL----------------------(25) પોલિસ સ્ટેશન,મુંબઈ  રાણાસાબ કોફી પી વીચારમગ્ન અવસ્થામાં બેઠા હતાં. તેમનાં મનમાં વીચારનાં વંટોળા ફુકાઇ રહયાં હતાં,વીચારોનું વાવાજોડું એવુ ભયાનક સ્વરુપ ધારણ કરી લીધુ હતુ કે તેમને કોફીનો સ્વાદ પણ કડવો લાગતો હતો! જો કે તેમની આ આદત નીયમીત રુપે જ હતી , જ્યારે જયારે કોઈ કેસ હાથમાં  આવે ત્યારે આ રીતે જ કોફીનો એક ગરમાં ગરમ કપ લઈને ચુસ્કીઓ મારતાં . તેમનું એવુ માનવું હતુ કે કોફી પીવાથી તેમનું મન એકચિતે કામ કરે છે અને જલ્દી જલ્દી તેમની સમશ્યાનું સમધાન મળી જાય છે ! તેઓ મનોમન વીચાર કરી રહ્યા હતા કે જ્યારથી આ કેસ તેમના હાથમાં આવ્યો