તમને લાગશે કે સીધો ખર્ચ થાય એવું જ વાત કરી પરંતુ તેની પાછળ મારું માનવું છે કે જો તમારી પાસે ઉપયોગમાં લઇ શકાય એવા ઉપકરણો સાધનો જ નહિ હોઈ તો તમારું વાચેલું કદાચ ભૂલી પણ જવાશે અથવા તમે તેને ઉપયોગમાં લેવા માટે સાધન લીધા પછી ઉપયોગ કરીશ એવું વિચારીને ભૂલી જશો, પરંતુ હું અહી જે ઉપકરણો સાધનો વિશે જણાવવા જઈ રહ્યો છું એ બધા સાધનો મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે હશે. તો ચાલો શરુ કરીએ. સ્માર્ટફોન વિશ્વનો સૌપ્રથમ મોબાઇલ ફોન મોટોરોલાના જ્હોન મીચેલ અને માર્ટીન કૂપરે ૧૯૭૩માં પ્રદશિત કર્યો હતો જેનું વજન ૨ કિલોગ્રામ જેટલું હતું. ઈ.સ.૧૯૭૯માં જાપાનની નિપ્પોન ટેલીગ્રાફ અને ટેલીફોન નામની કંપનીએ