ચોપરાનો ફોન સલોનીને ખુશ કરવાને બદલે ચિંતામાં નાખતો ગયો. આખી રાત વિચાર્યા પછી પણ કોઇ એક નક્કર કારણ ન મળ્યું વ્યગ્ર મનને કે આખરે ચોપરા મળવા શા માટે લાગે છે માત્ર ચોપરા મળવા માગતા હોય તો એનો અર્થ થોડો ચિંતાજનક તો ખરો. સવારમાં વહેલી ઊઠીને ટેરેસ ગાર્ડનમાં વૉક લઇ રહેલી સલોનીના મગજમાં વિચારોનો વંટોળ ફૂંકાયો હતો. આખરે કંટાળીને સલોની હીંચકે બેસી ગઇ : હવે આ પાર કે પેલે પાર કરવાનો સમય પાકી ગયો હતો.