ન કહેવાયેલી વાત - 4

(21)
  • 4.3k
  • 1
  • 1.3k

ન કહેવાયેલી વાત ભા.4 તરૂલતા મહેતા પત્નીનો પત્ર વાંચતા તેને રૂમ ગોળ ફરતો લાગ્યો, કાર્પેટ ઊડીને બારી બહાર ફેંકાઈ. એનેય તાણીને હવામાં લટકાવી દીધો! ઘર બાર કુટુંબ વિનાનો તે એક બ્લેક હોલમાં તણાતો હતો . તેના હાથ-પગમાંથી શક્તિ ચૂસાઈ ગઈ. બેડમાં ફસડાઈ પડ્યો. વળી પાછો ઊભો થઈ ગયો . કોઈ રીતે તેને ચેન પડતું નથી. ચેન ક્યાંથી પડે સળગતા ઘરમાં હોવાનો ચચરાટ તેને બાળતો હતો. પોતાના પ્રથમ પ્રેમની યાદમાં જીવતી પત્નીનો પત્ર નીલે સૌ પ્રથમ ગુસ્સાથી એની મજબૂત હથેળીમાં મસળી નાંખ્યો જે હથેળી ગઈ કાલે રાત્રે પત્નીના સ્પર્શને ઝન્ખતી હતી. વીસ વર્ષ મારું પડખું સેવ્યું ને હું મારી પરફેક્ટ પત્નીના સુંવાળા કાળા વાળમાં આગળીઓ રમાડતો નિરાંતે પોઢી રહ્યો !! સ્યુસાઇડ બૉમ્બની જેમ બીજાને મારી પોતાનો આત્મઘાત કરતો એ પત્ર ..એ તિરસ્કારથી પત્રને જોતો રહ્યો .