ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 20

(16)
  • 2.4k
  • 1k

સમયનું ચક્ર આગળ વધી રહ્યું છે. રૂપા પાંચ ફિલ્મો સફળતાથી કરી ચૂકી છે. પ્રથમ સાથે જોડી જામી ચૂકી છે. પાંચે ફિલ્મો હીટ રહી. ભણતર પણ પૂરું કરી રહી હતી. લગ્નની જરૂરિયાત જાણે રહી નહોતી.૧૮ વર્ષ પછી પરી અને રૂપા જુદા ફ્લૅટમાં રહેતાં હતાં.. વડીલોના માર્ગદર્શનની જરૂર હવે હતી નહીં. પ્રિયંકા મેમ સમજાવવતાં રહેતાં પણ હજી શી ઉતાવળ છેવાળી દલીલ અને સંતાન હમણાં કારકિર્દી માટે જરૂરી નથીવાળી વાતો ન્યૂઝ મીડિયા ચલાવતું રહેતું. કમનસીબે અક્ષરને ચોથી સેમેસ્ટરમાં ડેઝર્ટેશન તે જ સમયે હતું તેથી તે રૂપાની અનુકૂળતાએ સમય આપી શકતો નહીં, જ્યારે આ વાતથી થતા ટેન્શનો ખાળવા પરીની જવાબદારી વધતી હતી. એક વખત વાતવાતમાં પરી બોલી ગઈ, “અક્ષર નથી ત્યારે હું છું ને અક્ષરનો રોલ બજાવવા… અને આમેય મને ગમે છે તારા પ્રિયતમનો રોલ ભજવવાનો.”