મોનિકા ૯ (અંતિમ)

(243)
  • 9.8k
  • 1
  • 5.8k

બળવંતભાઇ બે હાથ જોડી દયામણા ચહેરા સાથે તેની સામે જોઇ રહ્યા. અવિનાશે તેમના હાથ નીચા કર્યા અને કહ્યું: પપ્પા, આમ ના કરો. હું મોનિકા સાથે વાત કરી તમને જણાવું છું... અવિનાશ ઊભો થયો અને મોનિકાને કહ્યું: ચાલને આપણી રૂમમાં... અવિનાશની પાછળ મોનિકા જતી હતી ત્યારે રેવાને તેને અંગુઠાથી સાંકેતિક શુભેચ્છા આપી. મોનિકાએ તેને ખુશીનું સ્માઇલ આપ્યું. બળવંતભાઇ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન! સૌ સારાવાનાં કરજો! મોનિકા રૂમમાં આવી એટલે અવિનાશે દરવાજો બંધ કર્યો. મોનિકા અવિનાશને વળગી પડી. અવિનાશે તેને બેડ પર બેસાડી અને ઠપકો આપતો હોય એમ બોલ્યો: મોનિકા, તારે રેવાનને આપણી વાત કરવાની શું જરૂર હતી. આપણું બાળક છે, આપણે નક્કી કરવાનું છે...