કાલ કલંક-6

(75)
  • 4.3k
  • 2
  • 1.8k

રાણીમાના ગળે ડૂમો ભરાયો. સ્થિર નેત્રે મૂંગી બની પડી રહેલી મલ્લિકાની આંખમાં આંસુ આવ્યા. મા..! એ નહીં બચે માં..! મલ્લિકાના ગળામાંથી પીડા નીકળી. મારો કુમાર નહીં બચે..! મે ખૂબ જ ભયંકર સ્વપ્ન જોયું છે..! ખૂબ ભયંકર..! એ ક્ષણ ભર અટકી. જાણે સ્વપ્નાનાં દ્રશ્યો એની આંખમાં ઊપસી આવ્યા ન હોય. એને આગળ કહ્યુ. આપણા મહેલનો અપરાધીઓ માટે જે દંડ કક્ષ છે ત્યાં રહેલા પાણીના બંને ખાલી હોજમાં મેં લોહી ઉકળતું જોયું છે. એ લોહીમાં દેડકાંની અસંખ્ય લાલ જીવાતને મેં ખદબદતી જોઈ. અને કુમાર..! કુમારે એ લોહીમાં ખૂપી ગયા છે માં..!