ખાને ખાને પે લીખા હૈ.... ‘મરનેવાલે’ કા નામ

  • 2.6k
  • 805

સાંભળ્યું છે બજારમાં હમણાં પ્લાસ્ટિકના ચોખા બહાર પડ્યા છે. સરસ, ચલો હવે પ્લાસ્ટિકના ભાત, મમરા, ઇડલી, ડોસા બધું ખાવા મળશે. હવે એમ નહીં કહેતા કે પ્લાસ્ટિક તો વળી ખવાતું હશે? પ્લાસ્ટિક શું, પ્લાસ્ટિકથીયે બદ્તર (નિમ્ન કક્ષાનું) આપણે રોજેરોજ આપણા પ્રિય પાચનતંત્રને ધરાવીએ છીએ. આપણે જીભના ટચકડાની પ્રજા.....જે મળ્યું એ ‘લાવ, લાવ ને લાવ’ કરતા ભૂખડીબારશની જેમ તૂટી પડીએ છીએ. થોડા સમય પહેલા ‘મેગીબબાલ’ થયો. નૅસ્લે કંપનીની બે મિનીટમાં તૈયાર થઇ જતી, ઇન્સ્ટંટ અને સ્વાદિષ્ટ એવી મેગીમાં મોનો સોડિયમ ગ્લુકામેટ અને સીસાનું પ્રમાણ (સૉરી, વધુ પ્રમાણ) મળી આવતા સમાધિમાં સૂતેલું તંત્ર ઊઠતાવેંત ઉપાધિમાં આવી ગયું છે! જેથી ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ