પ્રતિક્ષા - 4

(173)
  • 6k
  • 7
  • 2.5k

ઉર્વીલ પોતે પણ હજી માની નહોતો શકતો કે કોઈ અજાણી સ્ત્રીના ઘરમાં આમજ બેફામ તે આવી ગયો હતો. અને વરસાદ ના રોકાય ત્યાં સુધી ત્યાંજ રોકાવાની ચોખવટ પણ તેણે કરી નાખી હતી. ખબર નહિ ક્યાં આકર્ષણના જોરે તેનામાં આટલી હિંમત આવી હતી. ઉર્વીલના આવા વર્તનથી રેવાના ચહરા પર આશ્ચર્યમિશિત હાસ્ય વારે વારે આવી જતું હતું જે ઉર્વીલ ને છેક હ્રદયના ઊંડાણ સુધી ઘાયલ કરી જતું. રસોડામાં આમ થી તેમ આંટા મારતો ઉર્વીલ ફરી એક મોકાની શોધમાં હતો પોતાની માફી મેળવવા માટે ત્યાંજ પ્લેટફોર્મ પર ડુંગળી સમારી રહેલી રેવાની આંગળીમાં ચીરો પડતાં તેના મુખમાંથી ઊંહકારો નીકળી ગયો અને ઉર્વીલે એક પણ