ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 19

(13)
  • 2.7k
  • 1.1k

યુનિવર્સલ સ્ટુડિયોના વર્ગમા ઍક્ટિંગવર્ગમાં પરી સાથે પ્રથમ આવ્યો અને તેનો રૂપા સાથે પરિચય કરાવ્યો, “આમચા માણુસ પ્રથમ. પ્રોજેક્ટ ૩૦માં તારો હીરો. તે પણ તારી સાથે ભણશે.” રૂપાએ પ્રથમ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, “વેલ કમ ઓન બોર્ડ. પછી પરીને પૂછ્યું, “તારી સાથે ક્યારે મુલાકાત થઈ?” “કાલે રાત્રે ૩ વાગે તે લોસ એન્જેલસ ઊતરી ગયો હતો. હજી જેટ્લેગ છે પણ યુનિવર્સલમાં ભણવાનું આકર્ષણ એને અહીં લઈ આવ્યું. પ્રિયંકામેમે મને ફોન કરી તેને લઈ જવા કહ્યું, અને ટીમને મેળવવા અહીં લાવી છું.” “લેક્ચર શરૂ થતાં હજી દસ મિનિટ છે ત્યાં સુધી કૉફી પીવી હોય તો કૅન્ટીનમાં જઈએ.” રૂપાએ ફોર્માલિટી કરી. પ્રથમ આમ તો નાટકનો જીવડો એટલે અદા મારીને કહ્યું, “હા ચાલો જઈએ.”