રેડલાઇટ બંગલો ૨૯

(459)
  • 14.2k
  • 7
  • 9.1k

રાજીબહેને પોતાના બેડરૂમમાં જઇ કોઇને ફોન કરી કાલે આવી જવાનું કહ્યું અને અર્પિતા વિશે વિચારવા લાગ્યા. આ છોકરીને મેં તેનું રૂપ જોઇને પસંદ કરી હતી. આજ સુધી આવેલી છોકરીઓમાં અર્પિતા રૂપનો કટકો છે. તેને જોઇને ભલભલા પુરુષોની રક્તવાહીનીઓમાં રક્તપ્રવાહની ગતિ વધી જાય એમ છે. કોઇને પણ ગમી જાય એવું કાતિલ રૂપ છે. જેની પાસે મોકલું છું એ દરેક ગ્રાહકની ફીડબેક સારી જ આવી છે. મારી ગુડવીલ વધી છે. પણ અર્પિતાથી જે આર્થિક લાભ થવો જોઇએ એ થઇ રહ્યો નથી. એની પાછળ ખર્ચ ઘણો કરું છું. એ આવી ત્યારથી જ મારી ઇચ્છા વિરુધ્ધ બધું થઇ રહ્યું છે. આ યોગાનુયોગ છે કે અર્પિતા જાણીબૂઝીને કરી રહી છે