જીવનસંગી - 4

(60)
  • 3.7k
  • 13
  • 1.5k

જીવનસંગી ભા.4 તરૂલતા મહેતા (આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જે બુદ્ધિશાળી છે , ગૌરવથી જીવન જીવે છે .પ્રેમના ચક્ષુ પ્રિય પાત્રમાં સૌંદર્ય જુએ છે. તેના પ્રેમીને નખશિખ ચાહે .અધૂરપમાં મધુરતા છે. સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો યુવાનને સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે.આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે,બીજી જ્ઞાતિમાં પરણે તો ય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે. જીવનસંગી ભા.1-2-3 માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે.શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ રુચિનું મન દીપેશની બેપરવાહી અને શાલીનનું મૈત્રીભર્યું આમંત્રણ વચ્ચે ગૂંચવાય છે એ શું નિર્ણય લેશે હવે વાંચો