ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ.-18

(17)
  • 3.1k
  • 2
  • 1.1k

રૂપા એકલી જ નીચે આવી. પરી અને અક્ષર રાહ જોતાં હતાં. રૂપાને બાય કહી પરી તેના રૂમ તરફ ચાલી ગઈ. એકલાં પ્રેમીપંખીડાં ગાડી તરફ વધ્યાં. “સાહ્યબા, આપણે અહીં જ રહીએ તો? લોંગ રાઇડ ઉપર નથી જવું. આપણે એકાંતમાં સાથે બેસીએ અને વહાલ કરીએ તો?” “મને કંઈ જ વાંધો નથી. મને પણ તારી સાથે કેટલીય વાતો કરવી છે જે ફોન ઉપર કે ચૅટિંગ ઉપર નથી થતી.” રિસેપ્શન રૂમમાં સહેજ પણ ભીડ નહોતી. ખૂણા ઉપરના સોફા ઉપર અને રિસેપ્શનથી સહેજ દૂર બન્ને બેઠાં..પાસે પાસે નહીં પણ આમને સામને. અક્ષરની આ ચેષ્ટાથી રૂપા સહેજ મલકી અને બોલી, “સાહ્યબા, કેમ દૂર દૂર?” અક્ષર કહે, “વડીલોએ આપણને એકાંત આપ્યું સમજીને. આપણે પણ તે એકાંતનો સમજણ કેળવવા જ ઉપયોગ કરવાનો ને?”