કાલ કલંક-4

(82)
  • 5.8k
  • 7
  • 2.3k

શહેરની ખ્યાતનામ હોસ્પિટલના એક ઓપરેશન થીયેટરમાં ડોક્ટર સહિતના સ્ટાફ સામે ખતરનાક દ્રશ્ય ઉપસ્થિત થયું ત્યાં ડૉક્ટર દર્દીને બચાવી લેવા પોતાનું તમામ ઈલમ અજમાવી રહ્યા હતા. દર્દીમાં ચેતન હતું એટલે તેઓ નિરાશ નહોતા થયા. પગથી ઢીંચણ સુધીના બંને ભાગનું મોસ કોઈ જાનવરે ખોતરી ખાધું હતું. ખૂન ઘણું વહી ગયું હોવાથી દર્દીને ઓક્સિજન પર મૂકી એના બદન માં રક્ત સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.