“શું તે ક્યારેય ચન્દ્રને જોયો છે?” એક પ્રોફેસરે પોતાના એક વિદ્યાર્થીને વ્યંગમાં પૂછ્યું. “ના સર! વિદ્યાર્થીએ વધારે વ્યંગાત્મકતાથી જવાબ આપતા કહ્યું, “પરંતુ મારે એ જરૂરથી કહેવું જોઈએ કે મેં તેના વિષે સાંભળ્યું છે અને કહ્યું પણ છે.” એકરીતે જોવા જઈએ તો એ વિદ્યાર્થીનો વ્યંગાત્મક જવાબ આ દુનિયાના કોઇ સંસારી જીવે પણ આપ્યો હોત. એવા કેટલા લોકો હશે જેને આપણે ચન્દ્ર વિષે બોલતા સાંભળ્યા હશે પરંતુ તેમણે ક્યારેય તેને જોયો નહીં હોય – કાચ કે પછી ટેલિસ્કોપ દ્વારા પણ નહીં! એવા કેટલા હશે જેમણે પોતાના ઉપગ્રહના નકશાનો અભ્યાસ ક્યારેય નહીં કર્યો હોય?