મોનિકા ૮

(109)
  • 9.8k
  • 1
  • 6.3k

અવિનાશનો વિચાર અત્યારે બાળક લાવવાનો નથી એ જાણ્યા પછી મોનિકાના દિલમાં આઘાત હતો. મોનિકાને લાગ્યું કે તે મા બનવાની છે એ વાતથી અવિનાશ એટલે જ ખુશ દેખાતો ન હતો. તેના ચહેરા પર કાલે જે ખુશી હતી એ બનાવટી હતી. મોનિકાને થયું કે તે મા બનવાનો અવસર પામી છે ત્યારે ખુશીને બદલે અવિનાશ ચિંતા ઊભી કરી રહ્યો છે. મોનિકા વિચારોમાં ગરકાવ થઇ ગઇ હતી. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું સસરાજીને કે રેવાનને વાત કરવી જોઇએ મોનિકાને અચાનક હાઉ... નો અવાજ સંભળાતા તેં ડરી ગઇ. રેવાન તેના ચહેરા પરના ડરને જોઇ હસી પડ્યો: જોયું ભાભી, ડરાવી દીધા ને આ સ્થિતિમાં ડરાવવા ના જોઇએ... મોનિકા ગંભીર થઇ બોલી. અત્યારથી જ બાળકને બહાદુર બનાવવાનો છે. તે કોઇથી ડરવો ના જોઇએ. પણ મને એક વાતનો ડર છે.. મોનિકાથી બોલાઇ ગયું. તેને રેવાન હમદર્દ લાગતો હતો.