જીવનસંગી ભા.3

(54)
  • 4.4k
  • 3
  • 1.4k

જીવનસંગી ભા.3 તરૂલતા મહેતા લેટ્સ ગો ફોર લંચ શાલીને બન્નેને આગ્રહ કર્યો . હું થોડું કામ પતાવું છું ,તમે બે જાવ કહી દીપેશ કપ્મ્યુટર ખોલી કામે વળગ્યો. મારું લંચ બોક્સ છે ,હું અહિઆ જ ખાઈ લઈશ. રુચિએ શાલીનની વાત ટાળી . લાવ ,તારું લંચ હું ખાઈ લઈશ કહી દીપેશ બોક્સ ખોલીને બેઠો.આમ તો રુચિ રાજી થઈ કારણ કે સવારથી તેણે પરોઠા ખાતા દીપેશનો વિચાર કરેલો,પણ બન્ને સાથે બેસી ખાય તેમ તે ઇચ્છતી હતી. કેમ રોકાઈ ગઈ દીપેશે પૂછ્યું શું તું મને શાલીન જોડે જવા જાણે ધક્કો મારે છે! રુચિ મૂઝવાયેલી ઊભી રહી . આટલી બેપરવાહી ! પ્રેમનો ક્યારેય એકરાર તે નહીં કરે કે પછી તેનો અહંમ હું આટલો બુદ્ધિશાળી કેમ કરી કોઈના પ્રેમમાં તણાઈ જાઉં