(૦૬) ઈજ્જત 'ક્ષમા માતૃત્વ’ નામના વોર્ડ માં પાસ-પાસે ના પલંગ માં સુતેલી બે પ્રસુતા વાત કરી રહી હતી. વાત કરતાં બળાપો કાઢી રહી હતી એમ કહેવું વધુ બંધ બેસે . જોગાનુજોગ બન્ને ની આ પ્રથમ સુવાવડ જ હતી. ભાવના અને છાયા વચ્ચે આમ તો કોઈ પ્રકારે સરખામણી કરવી શક્ય નહી. ભાવના ભણેલી – પોસ્ટ ગ્રેજ્યુએટ સંપન્ન પરિવાર ની લાડલી દીકરી. જીવન નાં પચિસ વર્ષ વૈભવ માં ઉછરેલી. છાયા માંડ બાર ધોરણ ભણી શકેલી સાધારણ પણ ન કહી શકાય તેવા પરિવારની. છાયાએ દીકરી ને જન્મ આપ્યો એ જ દિવસે ભાવના એ પણ પુત્ર રત્નને. બન્ને નાં લગ્ન પહેલાં