અધિનાયક (પોલીટીકલ થ્રિલર) (નોવેલ) દ્રશ્ય 30

(18)
  • 2.6k
  • 4
  • 891

આ મારી પ્રથમ નવલકથા લખવાનો પ્રયાસ છે, સામાન્ય રીતે લોકોમાં રાજકારણની એક ઉંડી નકારાત્મક છાપ બેસી ગઇ છે, સત્તામાં ટકી રહેવા માટે ગમે તે હદે પહોંચી જતાં, ભ્રષ્ટાચાર આચરતાં, વારેવારે પાટલી બદલતાં, ખોટા વચનોની લ્હાણી કરતાં, પાંચ વર્ષે એકવાર દેખાં દેતાં આ રાજનેતાની જમાત પ્રત્યે મોટાભાગના લોકોને ભારોભારો નફરત છે ખરેખર મોટાભાગના લોકોની લાગણી સાચી પણ ખરી, સાથે એ વાત પણ એટલી જ ખરી કે મોટાભાગના લોકોને રાજકારણની ચર્ચા કલાકોથી કલાકો સુધી કરનારાઓનો તોટો નથી, સાથે-સાથે એ વાત પણ ખરી કે આટલાં વિશાળ દેશમાં રાજકારણને સાહિત્ય જુજ પ્રમાણમાં લખાયું છે, સાંપ્રત સમયને લગતું સાહિત્ય ભાગ્યેજ લખાયું છે, ત્યારે માટો આ પોલિટીકલ થ્રિલર નવલકથા વાર્તા દ્વારા ગુજરાતના રાજકારણથી અવગત કરવાનો એક નાનકડો પ્રયાસ આપ સૌની સમક્ષ મુકી રહ્યો છું, વાર્તાના ઉંડે ન જતાં એટલું લખવા ઇચ્છું છું કે આ નવલકથા રાજકારણ પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલવામાં મદદરુપ થશે, જેમ-જેમ નવલકથા તેમ-તેમ આપનો રોમાંચ વધતો જશે, આ નવલકથા રાજકારણને લગતી હોય તોપણ આ આપને પોતિકી લાગશે, આ સાથે આપનો અભિપ્રાય જાણવા અને માર્ગદર્શન પામવા ઉત્સુક રહિશ, આપ મને આપના અભિપ્રાય મારી ફેસબુક પ્રોફાઈલને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને જણાવી શકો છો, આભાર.