સત્ય અસત્ય - પ્રકરણ - 19

(1.1k)
  • 56.3k
  • 44
  • 40.4k

બંને જણા નુઆર્ક એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પ્રિયંકા જાણે પિયરને, અમદાવાદને, સત્યજીતને, એના ભૂતકાળને અને વીતેલાં બધાં જ વર્ષોને પાછળ છોડીને આવી હતી. નવેસરથી કોરી પાટીમાં એણે એક સંબંધના અક્ષર પાડવાની શરૂઆત કરી. થોડાક જ મહિનાઓમાં એ બંને એકબીજાને એટલું સમજતા થઇ ગયા કે આદિત્યનો ફોન આવે ને એનું ‘હલો’ સાંભળીને પ્રિયંકા જવાબ આપી દે, “હું આજે જ નીકળું છું.” ને પ્રિયંકા ક્યારેક ઉદાસ હોય તો આદિત્યને જણાવે તે પહેલાં આદિત્ય પિત્ઝા લઈને એના સ્ટુડિયો એપાર્ટમેન્ટ પર હાજર થઇ ગયો હોય. ચાર કલાકથી પણ વધુ ડ્રાઈવ કરીને ન્યૂજર્સીથી બોસ્ટનને બોસ્ટનથી ન્યૂજર્સી પહોંચી જવું એમને માટે જાણે રમત વાત થઇ ગઈ હતી. સાચું જ કહ્યું છે, બે અંતરો જ્યારે એક થઇ જાય ત્યારે ભૌગોલિક અંતરનો કોઈ અર્થ રહેતો નથી...