સત્ય અસત્ય - પ્રકરણ - 18

(1.1k)
  • 56.8k
  • 47
  • 40.2k

સાચો ધડાકો તો ત્રીજે દિવસે થયો. એ બંને જણા લગ્ન રજીસ્ટર કરીને જ જવા માંગતા હતા. ઘણી રકઝક પછી હંમેશની જેમ આખરે પ્રિયંકાનું ધાર્યું જ થયું. પ્રિયંકા અને આદિત્યના લગ્ન રજીસ્ટર થઇ ગયા. બંને જણા લગ્ન કરીને સોમનાથ-ચોરવાડ ફરી આવ્યા. અઠવાડિયું નડિયાદ રહ્યા ત્યાં તો પાછા ફરવાનો સમય થઇ ગયો. નીકળવાના આગલા દિવસની રાત્રે નડિયાદના ઘરમાં આદિત્યની બાજુમાં સૂતેલી પ્રિયંકા પટેલ છત તરફ તાકી રહી હતી. રાતના દોઢનો ટકોરો પડ્યો, ને આદિત્યની આંખો અચાનક ખૂલી ગઈ. એણે જોયું તો પ્રિયંકા જાગતી હતી. એની ઉઘાડી આંખોમાંથી સરકતા આંસુ કાનની પાછળ થઈને ઓશીકામાં સંતાઈ જતા હતા. આદિત્ય બેઠો થઇ ગયો, “પ્રિયા! શું થયું?” “કંઈ સમજાતું નથી આદિત્ય, પણ આજે મન બહુ ઉદાસ થઇ ગયું. રહી રહીને ડૂમો ભરાય છે.”