‘રિલેક્સ, મિસ્ટર સિંહ, રિલેક્સ... થોડાં દિવસ કમ્પ્લિટ આરામ લેવો પડશે. તમે માનો છો એવી હળવી ઇન્જરી નથી આ...’ ડૉ. દેશપાંડે ગર્ભિત રીતે સુદેશ સિંહને એની ઇજાનો ખ્યાલ આપવા જઇ રહ્યા હતા. હવે આઉટ ઑફ ડેન્જર હોવાથી સુદેશ સિંહને કહી દેવામાં કોઇ વાંધો પણ નહોતો કે બૉડીમાંથી ત્રણ બુલેટ કાઢી છે, છતાં ઇન્જરી જેવી તેવી નથી... પણ ડૉ. દેશપાંડેના શબ્દ એમના મોઢામાં જ રહી ગયા. રૂમમાં કરમચંદ પ્રવેશી રહ્યો હતો એક જાજરમાન મહિલાને સાથે લઇને.