The Crouching Engineer(How 125 crore INDIANS to be Exploited)

  • 4.1k
  • 4
  • 1.1k

એલ. ડી . એન્જીનીયરીંગ કોલેજમાં નો એ દિવસ હું આજે પણ નથી ભૂલ્યો , એ હનુમાનજી ના પૂછડા જેટલી લાઈન કઈ રીતે ભૂલી શકાય, કઈ રીતે તે ઉનાળા નો તડકો ભૂલાય. એ શુભ દિવસ હતો અને મોકો હતો એન્જીનીયરીંગ કોલેજ માં પ્રવેશ લેવા માટેનો અને કોલેજની પસંદગી નો, જેમાં મેરીટ ના આધારે એન્જીનીયરીંગ શાખા અને કોલેજ ની પસંદગી કરવાની હતી અમારા જેવા લોકો માટે. લગભગ વહેલા સવાર ના ૫ વાગે થી આવી ને લોકોએ પોતાની જગ્યા જમાવી દીથી હતી. કોઈ એકલા હતા તો કોઈ પોતાના મિત્ર/મિત્રો જોડે, તો પછી પુરા પરિવાર સાથે. લોકોનો રોમાંચ જોયા જેવો હતો, ત્યારે એવુ લાગતું