ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 16

(15)
  • 3.1k
  • 2
  • 1.1k

આજનું કામ સમજાવતાં પ્રિયંકા હરહંમેશ કરતાં વધુ ગંભીર હતાં. “પ્રેમદીવાની રાધા”નો આજનો રોલ વાર્તાનો અગત્યનો રોલ હતો. જોકે વાર્તામાં આ ઘટનાના બે જ પેરેગ્રાફ હતા પણ પ્રિયંકા મેમની જિંદગીમાં આ સમયે પદ્મજાએ તેમને શીખવેલ અભિનયજ્ઞાન બહુ જ અગત્યનું હતું. સેટ પ્રિયંકા મેમે કહ્યું હતું તે રીતે તૈયાર હતો અને સવારે ટ્રેઇનિંગમાં પણ આ વિષયે ઘણી ચર્ચા થઈ હતી. વાતની ગંભીરતા સલામત રાખીને તેમણે શરૂ કર્યું. તમારી જિંદગીમાં આ પરિસ્થિતિ વારંવાર આવશે. એક વસ્તુ તમારે શીખવાની છે અને તે છે મનને સ્વિચ ઓન અને ઑફ કરતાં આવડવું જોઈએ. સંવેદનશીલ છો એટલે જ ભાવો સચોટ આવશે. આ મૂડી પણ છે અને દુર્ગુણ પણ. આ બે ઘટનાને સબળ મનથી જ આપણી તરફેણમાં લાવી શકાય. વળી એ પણ સત્ય છે, આ વિચારોમાં ત્વરિત બદલાવ તમારું કામ કૅમેરા સામે ત્વરિત પરિણામ આપી શકે છે પણ સાચું કારણ મનને નહીં અપાયું હોય તો તે કસરતોનું પરિણામ પદ્મજામાં જોવા મળે છે તેવી ભૂલી જવાની વ્યાધિ પણ આપી જઈ શકે.