ये दिल तो ढूंढता हैं इन्कार के बहाने। (Part-2)

  • 3.2k
  • 4
  • 768

પ્રણય માણેકબાની વાત માનીને શુભીને પોતાની રીતે સમજવા માટે સમય આપીને એના રુમમાં બેઠો હતો. શુભીના મનમાં ચાલી રહેલું વિચારોનું યુદ્ધ કોણ જાણે કેમ શાંત થવાનું નામ નહોતું લેતું       પોતાના ફ્લેટ પર આવીને કેટલાય કલાકો શુભી પોતાના રુમની બારીના ઓટલા પર બેસી રહી. પ્રમાણમાં નાનો પણ સુંદર અને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરેલા એ રુમને જોઈને સમજાઈ જાય કે મેનેજમેન્ટ ફિલ્ડની કોઈ વ્યક્તિનો રુમ હશે. સિંગલ બેડની બાજુમાં રહેલા ટેબલ પર મુકેલી ફ્રેમમાં શુભીનો બાળપણનો ફોટો અને શુભી અને પ્રણયનો ફોટો મુકેલો હતો. બારીની બાજુની જગ્યામાં નાનું સ્ટડી ટેબલ અને થોડાંક મેનેજમેન્ટના પુસ્તકો અને ફાઈલો મુકેલી હતી.ટેબલની સામે દિવાલ