“…તો તે જ સાચો મિત્ર”

(33)
  • 16.3k
  • 10
  • 4k

આજકાલના સમયમાં આપણી આસપાસ અલગ-અલગ પ્રકારના લોકો ફરતા રહેતા હોય છે. તે લોકોમાંથી કોને તમારો સાચો મિત્ર કહી શકાય તે પારખવા માટે કટાક્ષ અને વ્યંગથી ભરપુર ૫૧ નુસખાઓ અહીં રજુ કરી રહ્યો છું. જેમાંના કેટલાક: ૧) જે મિત્ર અડધી રાતે પણ તમારી ‘મેગી’ માટે પોતાની ‘માર્ગી’ છોડી આવે તે જ તમારો સાચો મિત્ર. ૨) તમને ગમતી છોકરીની એને ખબર હોય છતાં, “અરે બ્રો..પહેલા ના કહેવાય ” કહી પ્રપોઝ કરી આવે તે જ સાચો મિત્ર. ૩) તમે મંગાવેલી ફિક્સ થાળીમાં આવતો એકમાત્ર ગુલાબ જાંબુ તમને પૂછ્યા વગર ખાઈ જાય તે જ સાચો મિત્ર. ૪) અસાઈન્મેન્ટ કરતી વખતે “ભાઈ તને ઊંઘ આવતી હોય તો સુઈ જા. હું કલાક પછી ઉઠાડી દઈશ” કહી સીધા સબ્મીસનના ટાઈમે ઉઠાડે તે જ સાચો મિત્ર. ૫) ટીચરની “કોઈ મોબાઇલ તો નથી લાવ્યુ ને ”ની સુચના પછી ‘૩ ઇડીયટ’ના ચતુરની જેમ દુરથી જ તમારા તરફ આંગળી કરે તે જ સાચો મિત્ર.