એક ઘટના, જે વિચિત્ર હતી પરંતુ સમજાવી શકાય એવી પણ હતી, તે આવી વિચિત્ર પરિસ્થિતિઓમાં બની રહી હતી. ગોળમાંથી ફેંકવામાં આવેલી કોઇપણ વસ્તુ તેની સાથે સાથેજ ચાલવાની હતી અને જ્યાં સુધી ગોળો ન રોકાય ત્યાં સુધી તે પણ રોકાવાની ન હતી. આ એક એવો વિષય હતો જેના પર પૂરી સાંજ ચર્ચા થઇ શકે તેમ અને તો પણ પૂરી થાય એમ ન હતી. આ ઉપરાંત ત્રણેય મુસાફરોનો ઉત્સાહ એટલે પણ વધ્યો કારણકે તેઓ પોતાની સફરના અંત તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે અજાણ્યા અકસ્માતોની આશા રાખી હતી, કોઈ નવી ઘટના થવાની આશા રાખી હતી હવે જે પ્રકારની માનસિકતામાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા કશું પણ તેમને આશ્ચર્ય પમાડી શકે તેમ ન હતું. તેમની અતિઉત્સાહિત કલ્પના ગોળાથી પણ વધુ તિવ્ર ગતિએ આગળ વધી રહી હતી, જેની ખુદની ગતિ ઘટી રહી હતી, જેની પ્રત્યે તેઓ સંવેદનાહીન હતા. પરંતુ ચન્દ્ર એટલો બધો વિશાળ થઇ ચૂક્યો હતો કે તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ તેને વળગી પડશે.