ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 6

(23)
  • 3.7k
  • 2
  • 1.1k

ચોથી ડિસેમ્બરે જ્યારે મુસાફરો ચોપન કલાકની મુસાફરી બાદ જાગ્યા ત્યારે ક્રોનોમીટર પૃથ્વીના સમય અનુસાર સવારના પાંચ દેખાડી રહ્યું હતું. આમ જુઓ તો તેમણે ગોળામાં પોતાની સફર શરુ કરી ત્યારબાદ માત્ર પાંચ કલાક અને ચાલીસ મિનીટ જેટલો જ સમય વીત્યો હતો પરંતુ તેમણે તેમની સફરની સાત તૃત્યાંશ જેટલી મજલ કાપી લીધી હતી. આમ તેમની સતત ઘટતી જતી ગતિને કારણે બન્યું હતું.