ના જાને કિસ રૂપમે… સૌંદર્ય તો રાધિકાને વારસામાં મળ્યું હતું, બચપણથી જ બધાને પરાણે વ્હાલી લાગે !. બધાની લાડલી, ખાસ કરીને દાદીની. દાદીનો પૂરો દિવસ ઘરમાં જ એક નાનકડા મંદિરમાં બિરાજેલા શ્રીહરિની સેવાચાકરીમાં પસાર થતો અને રાધિકાનો દિવસ દાદીને પ્રભુની સેવાચાકરીમાં મદદ કરવામાં પૂરો થતો. રાધિકા દરરોજ રાતે દાદીને ફરમાઇશ કરતી “વાર્તા કરો” જવાબમાં દાદી શ્રીકૃષ્ણની બાળલીલાઓની કથા સંભળાવતા ત્યારે નાનકડી રાધિકા ખુશખુશાલ થઈ જતી. આમ રાધીકા બચપણથી જ મુરલીધરની બાળલીલાઓનું રસપાન કરતી. ઘરના મંદિરમાં સ્થાપિત મૂર્તિ તો કાળિયાઠાકોરની હતી પણ રાધિકાને તો દ્વારિકાધીશનું બાળરૂપ જ વધારે ગમતું. મુરલીધરના બાળરૂપના મખમલ અને મોતી જડેલા કપડા, મોરપિચ્છવાળું મુગટ, વાંસળી, કંદોરો, હાથના