‘હેય સલોની, તું ટીવી જુએ છે કે નહીં ’ સલોની બપોરે લંચ કરીને પરીની સાથે રમી રહી હતી ને આશુતોષનો ફોન આવ્યો. પરીના આવ્યા પછી તો જાણે દુનિયા જ બદલાઇ ચૂકી હતી. એમાં પણ ખાસ કરીને પરીની બેબીસીટર વૃંદાવાળો બનાવ જાણે સલોનીને પરીનું મહત્વ સમજાવવા જ બન્યો હોય ! ‘ના, શેની વાત કરે છે ’ સલોની ન તો નિયમિત ટીવી જોઇ શકતી- ન અખબાર બરાબર વાંચવા પામતી. આશુતોષની વાત એને ભારે ધડ-માથા વિનાની લાગી. ‘શું છે તું જ કહી દે ને ’ સલોનીને કુતૂહલ તો થયું હતું, પોતાની કોઇ જૂની સિરિયલ રિ-ટેલિકાસ્ટ થવાની હશે