“શું?” “ હા બેટા ગઈ કાલે ડૉ. સ્વાત્ઝરે મને તપાસીને નિદાન આપ્યુ કે મને ગર્ભાશયનું કેન્સર છે અને એક પેશી બાયોપ્સી તપાસ માટે કાઢી મોકલી છે.”પ્રફુલાબાએ કહ્યું નિર્જરી બોલી “ના હોય મમ્મી!” “ જો બેટા મારે માટે તારે પૈસાથી ખૂવાર નથી થવાનું. મને ભારત પાલીતાણા મોકલી દેજે. મારે શેક કે કેમો થેરાપી નથી લેવી. ૭૦ તો થયા હવે કેટલું જીવવાનું? છેલ્લી ક્ષણો એ દેહ પાલીતાણામાં મુકીશ”” “ મા હું ઑસ્ટિનથી શુક્રવારે નીકળીશ. મારો પ્રોજેક્ટ લાઈવ થઈ રહ્યો છે અને અને ડોક્ટર દીકરો પાર્થ પણ બે દિવસની રજામાં ત્યાં આવશે. તને શરીરમાં પીડા હોયતો રાજુને બોલાવી લેજે.” “તું ચિંતા ના કરતી