મોનિકા ૬

(121)
  • 10.2k
  • 4
  • 6.5k

એક દિવસ મોનિકા રસોડામાં કામ કરી રહી હતી. તેને લોટ ઓછો પડ્યો. તેણે સ્ટૂલ લીધું અને રસોડામાં ઉપર મૂકેલા ડબ્બાને લેવા કબાટ ખોલ્યું. ત્યાં રેવાન આવી પહોંચ્યો. અરે! ભાભી મને કહેવું હતું ને. ચાલો ઊતરો. હું ડબ્બો ઉતારી આપું છું. હું ઉતારી લઇશ. બહુ વજન નથી.. ના. નીચે ઉતરો. આટલો મોટો લોટનો ડબ્બો તમારાથી નહીં પકડાય. મોનિકાએ ટેબલ પરથી ઉતરવા નીચેની જગ્યા જોઇ. ત્યાં અચાનક તેને ચક્કર ચઢ્યા. તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું. રેવાનને ખ્યાલ આવે એ પહેલાં જ મોનિકાનું શરીર લથડ્યું. રેવાને સમય સૂચકતા વાપરી મોનિકાને પકડી લીધી. મોનિકાને તેણે પોતાના હાથમાં ઝીલી લીધી. ત્યારે જ અવિનાશ અંદર આવ્યો. તેણે જોયું તો રેવાન મોનિકાને હાથમાં ઝાલી તેના મોં પાસે પોતાનું મોં લઇ જઇ કંઇ કહી રહ્યો હતો. અવિનાશ ત્યાં પહોંચી ગયો. અને અકળાઇને બોલ્યો: શું ચાલી રહ્યું છે