અડધા કલાકમાં ફોન કરું છું... કહીને આશા બન્ધાવનાર અબ્દુલનો ફોન કલાક પછી પણ ન આવ્યો એટલે વિક્રમનો જીવ અદ્ધર થઇ ગયો. આ બોલબચન ક્યાંક પાછો હાથતાળી આપીને છટકી ન જાય... જોકે વધુ અકળાવતી ઘડી ન લખાયેલી હોય તેમ મોબાઇલ ફોન રણક્યો. સ્ક્રીન પર અબ્દુલનું કોડ નામ અમીપ્રસાદ ઝબકી ઊઠતાં વિક્રમને હાશ થઇ. ‘વિક્રમ, ધ્યાનથી સાંભળ..’ અબ્દુલનો અવાજ વિક્રમને કાળજામાં ટાઢક આપતો રહ્યો : ‘આવતી કાલે એક કાર્ગો શિપ નીકળી રહી છે બ્લુ મૂન. એમાં એરેન્જમેન્ટ થઇ ચૂકી છે. તારે હવે શું કરવાનું છે એ સાંભળી લે...’