સત્ય અસત્ય - પ્રકરણ - 15

(1.1k)
  • 61.5k
  • 62
  • 42.9k

સાંજે અમોલા એનાં માતાપિતા સાથે આવી ત્યારે બપોરે બનેલી ઘટનાનો કોઈ અણસાર પણ એના ચહેરા પર નહોતો. જાણે કશું જ બન્યું ના હોય એમ તદ્દન સ્વાભાવિક! છોકરો જોવા આવેલી કોઈ ગુજરાતી છોકરી સાચેસાચ એ જ રીતે અમોલા વર્તી રહી હતી. બપોરે ઓફિસમાં આવેલી અમોલા અને અત્યારની અમોલા સાવ જુદા હતા. સોનાલીબહેન અહોભાવથી અમોલાને જોઈ રહ્યા હતા. એની સુંદરતા, એની વાક્છટા, એનો વર્તાવ બધું જ સોનાલીબહેનને મુગ્ધ કરી રહ્યું હતું. જ્યારે સત્યજીતની નજર સામે હજી સુધી બપોરે ઓફિસમાં આવીને ટેબલ પર ગોઠવાઈ ગયેલી ચ્યુઇંગમ ચાવતી અમોલા ખસતી નહોતી. એ આશ્ચર્યચકિત હતો. એક જ માણસના આવા બે રૂપ હોઈ શકે? એ અમોલાના પિતા સાથે વાતો કરી રહ્યો હતો. વચ્ચે જ એની નજર અમોલા પર પડી.