બાજીગર - 12

(153)
  • 10.4k
  • 8
  • 5.3k

સુધાકરના અવસાનને આઠ દિવસ વીતી ગયા હતા. એના અંતિમ સંસ્કારમાં અતુલ વિગેરેની સાથે સાથે અનુપે પણ ભાગ લીધો હતો. સમય પસાર થતો જતો હતો. આઠ દિવસ દરમ્યાન કોઈ જાતનો અનિચ્છનીય બનાવ નહોતો બન્યો. જે બનાવ બન્યો હતો, તેના વિશે કોઈ જાણતું નહોતું. બાજીગરને પકડવાની નાગપાલની દોડધામ ચાલુ જ હતી. સાંજના સાડા પાંચ વાગ્યા હતા. કાશીનાથ પોતાના ખંડમાં બેસીને સિગારેટ ફૂંકતો કોઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો. એના ચહેરા પરથી હજુ પણ સુધાકરના મૃત્યુનું દુઃખ ઓછું નહોતું થયું. તે આ જિંદગીથી ખુબ જ થાકી-કંટાળી ગયો હતો. એણે પણ સુધાકરની જેમ જીંદગી ટૂંકાવી નાખવાનો વિચાર કર્યો હતો.