અધુરા અરમાનો-૨૧

(31)
  • 3.1k
  • 5
  • 1.2k

મારા માંડવે તારા નામની મધુર સુવાસ હવાને મહેકાવી રહી હશે. લગ્નમંડપ લોકોથી ઊભરાતો હશે. લોકોની નજર મને માણી રહી હશે જ્યારે મારી આ પ્યારી પાંપણે તું રમતો હોઈશ! મારી પ્યાસી નિગાહો ટીકી ટકીને તારા દીદારે નાચતી હશે! એ ટાણે તને વહાલ કરવા મારા આંસુઓ અંતરના ઊંડાણથી ઊભરી આવશે. અને એ વેળા શાયદ તું વિવશ બનીને વિચારતો હોઈશ કે સૂરજ! તું જગતની સૌથી ખતરનાક ખતા કરી બેઠો છે. ભયના નામે, સમર્પણના નામે તું સ્વર્ગસુખ લુંટાવી બેઠો છે. જો તારી આંખ સામે તારી જ અમાનતને, તારી આંખોના નૂરને કોઈ લુંટી રહ્યું છે. તારા અખંડ અરમાનોને કોઈ ચોરી રહ્યું છે. તારા નયન લાચાર બનીને વરસી રહ્યાં હશે. તું ચાહવા છતાં કશું જ નહી કરી શકે સિવાય અફસોસ...અફસોસ!