અેક સામાન્ય નાનકડા આહવા શહેરમાં શાકભાજીની અેક સામાન્ય દુકાન નાખી અેક ભણેલો ગણેલો પાર્થિવ દુકાન ચલાવી દિવસો પસાર કરી રહ્યો હતો , આ ધંધો પોતાના વારસાથી ચલાવવામાં આવતો ધંધો હતો અને પાર્થિવના દુકાન થકી તેનો આખા હિરોપંતી કરવાનો ખર્ચ કાઢતો હતો . પાર્થિવને આ કામમાં ખુબ જ નિરાશા મળતી હતી, કારણ કે અમુક દિવસે શાકભાજી નહિ વેચાય તો ખિસ્સાના પૈસા ખર્ચીને દુકાન ચલાવવાના દિવસો જોવા પડતા હતા , થોડાક દિવસોમાં શાકભાજી બગડી તો પોતાના ખિસ્સાના રૂપિયા સડતા હોય તેમ સમજી શાકભાજી કચરા પેટીમાં પૈસા ફેકિ દેવા પડતા હતા. આ હતી પાર્થિવના શાકભાજીના દુકાનની દુ:ખ ભરી કહાની. ટામેટાનો ભાવમાં