અજ્ઞાત સંબંધ - ૩૦

(135)
  • 6.3k
  • 9
  • 2.1k

રાત્રિ થવા આવી હતી. બખ્તાવર અને ડેની હવેલીના મુખ્ય કક્ષ સુધી પહોંચી ગયા હતા. ઘણા મહિનાઓની મહેનત આજે ફળદાયી સાબિત થઈ હતી. તેમ છતાંય હજુ તેઓ બીજી વાર આવશે અને વધુ ઝવેરાત લૂંટશે એવી મનોમન ઈચ્છા હતી. બન્નેને હવેલીનો મુખ્યદ્વાર દેખાતો હતો જ્યાંથી બહાર નીકળી શકાતું હતું. તેઓ બન્ને એ દિશામાં આગળ વધે એ પહેલાં કોઈનો અવાજ કાને અથડાયો. “મારી મહેનતનો ખજાનો લઈને ક્યાં જાઓ છો ” કોઈનો ઘાટીલો બિહામણો અવાજ તે બન્નેને સંભળાયો. બન્નેએ પાછળ ફરીને જોયું.