બાજીગર - 11

(142)
  • 11k
  • 6
  • 5.2k

નાગપાલ ક્યાંક બહાર જવાની તૈયારી કરતો હતો. દિલીપ સોફા પર બેસીને આજના તાજા અખબાર પર નજર દોડાવતો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. ‘દિલીપ...!’ નાગપાલ બોલ્યો, ‘જરા જો તો...કોણ છે ..?’ ‘લે કર વાત...! દિલીપે અખબારમાંથી માથું ઊંચું કરતાં શરારતભર્યા અવાજે કહ્યું, ‘આ તો સુરદાસને પણ દેખાય તેવી વાત છે કે ટેલીફોન સાહેબ છે...!’ ‘અક્ક્લના દુશ્મન...ટેલીફોન કોનો છે એ જો...!’ ‘લે...એટલી પણ તમને ખબર નથી...? ટેલીફોન તો આપણી માલિકીનો છે....!’ દિલીપ ઠાવકા અવાજે બોલ્યો. દિલીપ અત્યારે અવળચંડાઈ કરવાના મુડમાં છે એ વાત નાગપાલ તરત જ સમજી ગયો. છેવટે એણે જ આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકિંગ...!’ એ બોલ્યો.