અંધારી રાતના ઓછાયા-17

(65)
  • 5.3k
  • 6
  • 1.7k

એકાએક મારા કાને કોઇની ચીસ સંભળાઇ. મારા પગ થંભી ગયા. સાથે-સાથે મેરુ અને મોહનના ધબકારા પણ વધી ગયા. અમે શ્વાસો શ્વાસ રોકી બાજુની ઝાળી-ઝાંખરાંમાંથી આવતા અવાજને સાંભળી રહ્યા હતા. કોઈ સ્ત્રીના રુદનનો અવાજ આવતો હતો. સાથે-સાથે બેએક સ્ત્રીઓનું અટહાસ્ય પણ સંભળાતું હતું. રાતના બાર પછીનો સમયગાળો.. વેરાન જંગલ.. અને એમાં વળી સ્ત્રીનું રૂદન અને અટહાસ્ય ક્યાંથી .. ત્રણેના મનમાં આ એકજ સવાલ ભોંકાતો હતો. ત્યાં કોણ હોવું જોઈએ.. જિજ્ઞાસા રોકી ન શકાતાં નજીકના ઘમઘોટ કાંટાળા બાવળની પાછળ જ્યાંથી અવાજ આવી રહ્યો હતો એ તરફ મારા પગ ઊપડયા.