સૌભાગ્ય

(24)
  • 3.4k
  • 5
  • 1.1k

 સૌભાગ્ય કેલેન્ડર પર નજર પડી...બરાબર સત્તરમી તારીખ..આજે મહિનો થઇ ગયો....એ જ તારીખ.પતિના મરણને..એ કમનસીબ દિવસને યાદ કરી રહ્યા સંતોષબેન.સંતોષ બેન એક પતિવ્રતા સન્નારી. પોતે પતિ સાથે સુંદર ઘરસંસાર ચલાવતા હતા. એક પુત્ર ને એક પુત્રી. પરફેક્ટ ફેમિલી એમનું. લગ્ન જીવનના ચોવીસ વરસ થયાં હતાં. આટલા વર્ષો માં ક્યારેય સંતોષબેન તરફથી મનસુખલાલ ને કોઈ તકલીફ ન્હોતી પડી. બન્ને પતિ પત્ની સમાજના એક આદર્શ જોડા માં ગણાતા. લગ્ન મરણ  કે જ્ઞાતિ ના ગમે તે પ્રસંગે બન્ને પતિ પત્ની સાથે જ જાય. ખુબ ચીવટ થી સંતોષબેન ઘરકામ કરતા ને કરકસર થકી સરસ રીતે ઘરખ્રચને પહોંચી વળતા. મનસુખલાલ પણ સારું કમાતા. બન્ને એ પોતાના પુત્ર