પ્રોફેસર માર્ક લેક્ચર ચાલુ રાખતા બોલ્યા..જેમ ડોક્ટરને આખા શરીરનું જ્ઞાન હોય તેમ એક્ટરને શરીર થી એક્ટીંગ કરતા આવડવી જોઇએ. અને આ આખા શરીરને કાબુમાં રાખતું પહેલુ અંગ છે મન. જેના ઉપર કાબુ ખૂબ અઘરો વિષય છે તેથી તેની તાલિમ આખા કોર્સ દરમ્યાન વારં વાર આવશે. ઉદાહરણ તરીકે બળાત્કાર થતો હોય ત્યારે શરીર સાથે મન પણ સંવેદના અનુભવતું હોય તો તે સામાન્ય ઘટના છે. પણ અભિનયમાં તમારાથી બળાત્કારી જોજનો માઇલ દુર હોય તેવો ભાવ મજબુત હોય તો શરીર થી વેદના ના અનુભવાય. અથવા બળાત્કારી જોજનો માઈલ દુર હોય છતા મન તે વેદના અનુભવી શક્તું હોય તેનું જ નામ અભિનય. એટલેકે જે નથી છતા જે અનુભવતા બતાવી શકાય તેનું નામ અભિનય.