સાત ફેરાનો સોદો-4

(25)
  • 4.6k
  • 17
  • 1.4k

"તને ખબર છે ને કે એસિડ ફેકટરી કઈ જગ્યા છે?"-ઘર જતી વેળાએ મનને પૂછ્યું."હુ જો ખોટો નથી તો આ પ્રશ્ર્ન તુ પાંચમી વાર પૂછી રહ્યો છે."-સાઈડ મિરરમાંથી પાછળ બેસેલા મનનના કપાળ પરના શ્ર્વેતબિંદુ મને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા."મને એક વાત ન સમજાઇ.ગઈ વખતે જયારે આપણે ત્યાં ગયેલા ત્યારે તે જ કહેલુ કે હવે કયારેય નહીં જઈએ તો આ વખતે તુ ત્યાં જવા રાજી કેવી રીતે થઈ ગયો?"-મનનમાં વસતી ડિટેકટીવની આત્મા આળસ મરડીને બેઠી થઈ."આશિષ આખો દિવસ કામ કરીને થાકેલો પાછો આપણા ઘરે આવે એ સારૂ ન લાગે એટલે મે હા પાડી."-મને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા હતા."શુ ચાલી રહ્યું છે