“ઝટ કરો હવે, મળસકુ થવા આવ્યું છે. આજે તો ઘણું મોડું થઈ ગયું. ગામ જાગે ઇ પેલા પૂજા પતી જવાનો નિયમ ક્યાંક તૂટી ન જાય.” પરભુ ગોર ગોરણીને ઉતાવળા થવાનું કહેતા હતા. ગોરણી પૂજાનો સામાન લઈને આવ્યા. પૂજાની થાળી રોજ એવી તો સજાવેલી હોય કે ગોર મહારાજને ઘડીક તો મહાદેવને ભૂલીને ગોરાણીની સ્તુતિ આદરવાનું મન થઇ આવે. પણ પછી એ બધું ખંખેરી પૂજા ચાલુ કરી દે. “ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिम्पुष्टि वर्धनम।...... પછીનું તો મહાદેવ જાણે ને ગોર જાણે પણ પછીના બધા શ્લોકો તો ; કોઈનેય સાંભળવા મળતા નથી. જોકે સવારની આરતીમાં તો ભાગ્યે જ કોઈ આવતું હોય છે, પણ હા