અધૂરપ

(11)
  • 4.6k
  • 3
  • 1.1k

કેસૂડો પૂર બહારમાં ખીલીઊઠયો હતો. તેને હમેંશ આ રંગોભરેલો ફાગણ ગમતો. આ કેસુડા એ તેની સઘળી યાદો સંઘરી હતી.રસ્તા પરથી પસાર થતા અઢડક રંગીન પુષ્પોથી શણગાર સજીને બેઠેલી પ્રિયતમા જેવો રસ્તો સુશોભિત લાગતો. એ કેસરી રંગની આભા.. એની કેટલી યાદી ભરી હતી અહી આ રસ્તા પર. વિચારોમાં ....હાથમાં બાંધેલા રીસ્ટ્વોચ જોતા જ સમયનું ભાન થયું. કાર પાર્ક કરી પેલા ગમતા ફૂલો હાથમાં લઈ હાથને પણ થોડા સમય માટે કેસરિયા બનાવી દીધા. ઉતાવળે કાર ચલાવી ઘરે પહોંચી. જોકે મોડું થયાનું બસ મને જ ભાન હતું કારણ કોઈ રાહ જોનાર ન્હોતું. બપોરના ૨ વાગ્યા હતા હજુ જમવાનું બાકી હતું. રોજ રોજ નું કોપી