વિચ્છેદ - પ્રકરણ - ૧

(41)
  • 3.5k
  • 10
  • 1.2k

મધ્યરાત્રિએ બે વાગ્યા ના સુમારે પેડક રોડ પર થી પસાર થતી એમ્બ્યુલન્સ ની સાઇરને થોડીવાર માટે તો નિઃશબ્દ શાંતિ ને ચીરી રાત્રિની નીરવતા ને ભયજનક બનાવી દીધી.રસ્તા ની કોરે સૂતેલા, મેલાઘેલા કપડાં પહેરેલા, આખા દિવસ ની કાળી મજૂરી કરીને બીજા દિવસ ની ચિંતા માં જંપી ગયેલા અર્ધભૂખ્યા મજૂરોના પરિવારને થોડી વાર માટે તો થથરાવી દીધા, પરંતુ રોજબરોજના મધ્યરાત્રિના અવાજોથી ટેવાયેલા એમના દિમાગ બીજી પળે તો પાછા નિંદ્રાધીન થઇ ગયા. રાત્રે મહાનગરની સડક પર સૂતેલા ગુરખાસમાન કુતરાઓ પણ સાઇરનના અવાજથી થોડી વાર પાછળ દોડ્યા , પરંતુ આ એમ્બ્યુલન્સ તો યમરાજના દ્વારે પહોંચવાની સીડી છે તેવું બ્રહ્મજ્ઞાન થતા તરત જ